03/10/2025
તાપી નમસ્તુભ્યમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને વોર્ડ નં ૯ ભા.જ.પા. પરિવાર દ્વારા મોરા ભાગળ, રાંદેર રોડ વિસ્તારમાં આવેલ ગુરૂકૃપા શાળામાં આપણા દેશનાં યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં ૭૫ માં જન્મદિવસ નિમિત્તે "સેવા પખવાડિયા"નાં ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભા.જ.પા. અધ્યક્ષશ્રી અને કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલજી નાં માર્ગદર્શન હેઠળ નિવૃત્ત સૈનિકોની સાથે, સુરત રિબન મેન્યુફેક્ચર એસોસિએશન નાં તાલીમાર્થીઓની સાથે અને સફાઈ કામદાર સાથે "મન કી બાત" કાર્યક્રમ અને "સ્વાસ્થ્ય શિબિર" નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં ગત્ મહિનાનાં મન કી બાતના કાર્યક્રમમાં ઉલ્લેખિત જીતેન્દ્રસિંહજીનું સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ટી.બી. નાં દર્દીઓને વિનામૂલ્યે પોષણયુક્ત આહારની કીટોનું વિતરણ કરવામાં તથા સફાઈ કામદારોને ભારત વિકાસ પરિષદ તરફથી સન્માનિય પ્રતિક સ્વરૂપે સાડી ભેટ કરવામાં આવી.
માનનીય વડાપ્રધાનશ્રી ના આત્મનિર્ભર અને સ્વદેશી અભિયાનનો સૌએ સાથે મળી સંકલ્પ લીધો.