BKS - Gujarat

BKS - Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BKS - Gujarat, Nonprofit Organization, Gandhinagar.

26/03/2026

ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી આર.કે. પટેલ દ્વારા ધારાસભ્યોને કડક ટકોર

ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી આર.કે. પટેલ દ્વારા ગુજરાતના ખેડૂત પુત્ર ધારાસભ્યોને ખેડૂતોની ચિંતા કરવા કડક ટકોર કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે ખેડૂતોએ તમને વિધાનસભામાં માત્ર રસ્તાઓ, બદલીયો અને હેલો-હાઈ માટે નથી મોકલ્યા. આજે સમય છે ખેડૂતોનો અવાજ બનવાનો, તેમની સાથે ખભે ખભા મિલાવી ઊભા રહેવાનો અને તેમના દુઃખ-દર્દને સમજવાનો.

રાજ્યમાં અનેક ખેડૂતોના પાકો માટીના ઢેફાના ભાવે વેચાઈ ગયા છે, છતાં પણ તેમની સમસ્યાઓને પ્રાથમિકતા આપવામાં આવતી નથી, જે અત્યંત ચિંતાજનક છે. આવી પરિસ્થિતિમાં ધારાસભ્યોની ફરજ બને છે કે તેઓ પોતાના વિસ્તારની વાસ્તવિક તકલીફોને સમજી અને સચિવાલય સુધી મજબૂત રીતે પહોંચાડે.

આર.કે. પટેલે વધુમાં યાદ અપાવ્યું કે કોરોનાના કપરા સમયમાં દેશ અને સમાજને સાચવનાર ગામડાં અને ખેડૂતો જ હતા. ત્યારે આજે તેમની સાથે ઊભા રહેવું એ દરેક જનપ્રતિનિધિની નૈતિક જવાબદારી છે.

તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે માત્ર ટ્રેક્ટર પર બેસીને ફોટા પડાવવાથી કે માથે ફાળીયું બાંધવાથી કોઈ ખેડૂત નથી બની જવાતુ *ખેડૂત બનવા માટે ખેડૂત જેવું હૃદય હોવું જરૂરી છે,* જેમાં સંવેદના અને સમર્પણ હોવું જોઈએ.

ભારતીય કિસાન સંઘ દ્રારા તમામ ધારાસભ્યોને વિનંતી કરી છે કે તેઓ રાજકીય સ્વાર્થથી ઉપર ઊઠીને ખેડૂતોના હિતમાં કાર્ય કરે અને ખેડૂતોના પ્રશ્નોના તાત્કાલિક અને અસરકારક ઉકેલ માટે સરકાર સમક્ષ દબાણ બનાવે.

*“ખેડૂતનો અવાજ બનશો તો જ જનતા તમને સાચા અર્થમાં પ્રતિનિધિ માનશે”* હવે વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ જ્યારે ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં પરત ફરી રહ્યા છે,
ત્યારે *ખેડૂતો પણ તેમને સીધો પ્રશ્ન પૂછજો — “અમારા માટે તમે ત્યાં શું કર્યું?”*

આ પ્રશ્નનો સચ્ચાઈપૂર્વક જવાબ આપવા માટે આજથી જ ખેડૂતોની સાથે ઊભા રહીને તેમના હિતમાં કામ કરવાની જરૂર છે.

અંતમાં તેમણે ધારાસભ્યોને ટકોર કરી કે ચૂંટણી સમયે જેમને હાથ જોડીને વચનો આપ્યા હતા, આજે એ જ ખેડૂતો સાથે આંખ ના મીલાવી શકો તેવી સ્થિતિ ન સર્જાય — પરંતુ ગૌરવથી તેમની સામે ઊભા રહી શકાય તેવું કાર્ય કરો. ખેડુતો નો અવાજ બનો. માત્ર મતોની ખેતી ના કરશો

19/03/2026
*ભારતીય કિસાન સંઘની રજૂઆતના પગલે રાજ્ય સરકારનો નિર્ણય*ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને ધ્...
13/03/2026

*ભારતીય કિસાન સંઘની રજૂઆતના પગલે રાજ્ય સરકારનો નિર્ણય*

ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈ ઘઉં ખરીદી માટેનું રજીસ્ટ્રેશન 15 દિવસ સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કિસાન સંઘે સરકારને રજૂઆત કરી હતી કે રાજ્યમાં આ વર્ષે વરસાદની અનિયમિતતા જોવા મળતા ઘણા વિસ્તારોમાં ખેડૂતોને વાવેતર સમયસર કરી શક્યા નથી. ક્યાંક સમયસર તો ક્યાંક મોડું વાવેતર થવાના કારણે પાકની કાપણી અને બજારમાં આવવાની પ્રક્રિયામાં પણ વિષમતા ઊભી થઈ છે. પરિણામે અનેક ખેડૂતોને ઘઉં વેચાણ માટે સમયસર રજીસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી પડી રહી હતી.

ખેડૂતોને આ સમસ્યામાંથી રાહત મળે તે માટે ભારતીય કિસાન સંઘે સરકાર સમક્ષ રજીસ્ટ્રેશનની તારીખ વધારવાની માંગણી કરી હતી. સંઘની આ વાજબી રજૂઆતને ધ્યાનમાં રાખીને *રાજ્ય સરકારે ઘઉંના રજીસ્ટ્રેશનની મુદત 15 દિવસ સુધી લંબાવી ખેડૂત હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.*

આ નિર્ણયથી રાજ્યના હજારો ખેડૂતોને લાભ મળશે અને તેઓ સરળતાથી રજીસ્ટ્રેશન કરી સરકાર દ્વારા નિર્ધારિત ખરીદી વ્યવસ્થાનો લાભ લઈ શકશે.

કિસાન હિત – રાષ્ટ્ર હિત 🌾

આજના પાવન દિવસે અખંડ રાષ્ટ્રભક્ત, અદમ્ય સાહસ અને અખૂટ ત્યાગના પ્રતિકવિનાયક દામોદર સાવરકરજી (વીર સાવરકરજી) ને ભારતીય કિસા...
26/02/2026

આજના પાવન દિવસે અખંડ રાષ્ટ્રભક્ત, અદમ્ય સાહસ અને અખૂટ ત્યાગના પ્રતિક
વિનાયક દામોદર સાવરકરજી (વીર સાવરકરજી) ને ભારતીય કિસાન સંઘ – ગુજરાત પ્રદેશ તરફથી વિનમ્ર વંદન અને કોટિ કોટિ નમન।

વીર સાવરકરજી માત્ર સ્વાતંત્ર્ય સેનાની જ નહોતાં, પરંતુ તેઓ દ્રષ્ટા વિચારક, પ્રખર રાષ્ટ્રવાદી, સામાજિક સુધારક અને અદ્વિતીય સંગઠનશક્તિના પ્રેરક પુરુષ હતા. દેશની સ્વતંત્રતા માટે તેમણે અતિશય કઠિન પરિસ્થિતિઓનો સામનો કર્યો, કાળા પાણીની સજા ભોગવી અને જીવનનો અમૂલ્ય સમય રાષ્ટ્રસેવામાં સમર્પિત કર્યો. તેમનો સંઘર્ષ, ત્યાગ અને અડગ રાષ્ટ્રીય ચેતના આજની પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે।

તેમણે રાષ્ટ્રને આત્મનિર્ભર, શક્તિશાળી અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનાવવા માટે જે વિચારો પ્રગટ કર્યા, તે આજના સમયમાં પણ એટલા જ પ્રાસંગિક છે. રાષ્ટ્રની સુરક્ષા, સ્વાભિમાન અને સ્વદેશી ચેતનાને મજબૂત બનાવવાનો તેમનો સંદેશ દરેક ભારતીય માટે માર્ગદર્શક છે।

ભારતીય કિસાન સંઘ માને છે કે રાષ્ટ્રના અન્નદાતા ખેડૂતને સશક્ત બનાવવું એ જ સાચી રાષ્ટ્રસેવા છે. વીર સાવરકરજીના સ્વાભિમાન અને સ્વાવલંબનના વિચારો ખેડૂતોના જીવનમાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા જગાડે છે. ખેડૂત મજબૂત તો રાષ્ટ્ર મજબૂત – આ વિચાર સાથે અમે તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ છીએ।

આ પાવન અવસર પર ભારતીય કિસાન સંઘ – ગુજરાત પ્રદેશ તમામ કાર્યકર્તાઓ અને ખેડૂત ભાઈઓ-બહેનોને આહ્વાન કરે છે કે આપણે રાષ્ટ્રહિતને સર્વોપરી માની, સંગઠિત શક્તિ દ્વારા કૃષિ અને ગ્રામ વિકાસના કાર્યમાં આગળ વધીએ અને વીર સાવરકરજીના સપનાનું શક્તિશાળી, સ્વાભિમાની ભારત નિર્માણ કરીએ।

વીર સાવરકરજી અમર રહો!
ભારત માતા કી જય! 🇮🇳

**"સાદગી રાખજો, ગુજરાતી ભાષામાં રાજ્ય ચલાવજો, ગૌ-વંશવર્ધન કરજો, સારું જીવન જીવજો, અનાજમાં સ્વાવલંબન બનજો, વડીલોમાં પ્રજા...
25/02/2026

**"સાદગી રાખજો, ગુજરાતી ભાષામાં રાજ્ય ચલાવજો, ગૌ-વંશવર્ધન કરજો, સારું જીવન જીવજો, અનાજમાં સ્વાવલંબન બનજો, વડીલોમાં પ્રજાકીય સંચાલન દ્વારા પ્રજાનો પ્રેમ જીતજો, લાંચ-રૂશ્વત નાબૂદ કરજો,ખેડુતો નું દુઃખ સમજજો, લોકોનો અસંતોષ સમજતા શીખજો, ગુજરાતનું હિત જોખમમાં હોય ત્યારે રાજકીય સંકુચિતતા છોડીને એક બનજો, વિરોધ માટે માત્ર વિરોધ ન કરશો, શાસકપક્ષ વિરોધપક્ષના દ્રષ્ટિકોણને ન અવગણજો, અને ગુજરાતને ગાંધીવાદી વિચારસરણી તથા સરદાર પટેલના સ્વપ્નનું નમૂનારૂપ રાજ્ય બનાવજો. ગાળીબાર કરતા નહીં.

ખેડૂતને રાજ્યની આર્થિક કરોડરજ્જુ સમજી તેની આવક વધે, ખેતી ખર્ચ ઘટે, પાકને યોગ્ય ભાવ મળે, સિંચાઈ-વીજળી-બીજ-ખાતર સમયસર ઉપલબ્ધ થાય અને કૃષિમાં સ્વાવલંબન સાથે ખેડૂત સન્માનિત જીવન જીવી શકે — તેવું સુશાસન સ્થાપિત કરજો."**

— પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ

(ગુજરાત રાજ્યની સ્થાપના સમયે)
Gandhinagar, Gujarat

 #સંકલ્પદિવસ  #हमारा_संकल्प_PoJKભારતીય કિસાન સંઘ – ગુજરાત પ્રદેશભારતીય સંસદે भारतीय संसद દ્વારા 22 ફેબ્રુઆરી 1994ના રોજ ...
22/02/2026

#સંકલ્પદિવસ #हमारा_संकल्प_PoJK

ભારતીય કિસાન સંઘ – ગુજરાત પ્રદેશ

ભારતીય સંસદે भारतीय संसद દ્વારા 22 ફેબ્રુઆરી 1994ના રોજ સર્વસંમતિથી એક ઐતિહાસિક ઠરાવ પસાર કરીને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં રહેલા જમ્મુ-કાશ્મીરને મુક્ત કરાવવાનો અડગ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ ઠરાવ માત્ર રાજકીય દસ્તાવેજ નથી, પરંતુ રાષ્ટ્રીય સ્વાભિમાન, અખંડિતતા અને સંપ્રભુતાનું પ્રતિક છે.

સંકલ્પ દિવસ એ માત્ર એક દિવસની ઉજવણી નથી; તે ભારતની એકતા, અખંડતા અને રાષ્ટ્રીય ચેતનાને મજબૂત બનાવવાનો અવસર છે. 1947ના વિભાજન સમયે થયેલી દુઃખદ ઘટનાઓ, તત્કાલીન વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને અમારી કેટલીક આંતરિક કમજોરીઓના કારણે જમ્મુ-કાશ્મીરનો એક ભાગ આજે પણ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં છે.

પરંતુ ભારતની સંસદે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરનો સમગ્ર પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે. એલઓસી પારનો વિસ્તાર હોય કે ગેરકાયદેસર કબજાવાળો ભાગ — દરેક ઇંચ ભારતીય ભૂમિ છે અને રહેશે.

સંકલ્પ દિવસ આપણને યાદ અપાવે છે કે રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે દરેક નાગરિકનું યોગદાન જરૂરી છે. દેશની સરહદો માત્ર સૈનિકો જ નહીં, પરંતુ રાષ્ટ્રપ્રેમી અને સંકલ્પબદ્ધ નાગરિકોની ચેતનાથી પણ સુરક્ષિત રહે છે.

ભારતીય કિસાન સંઘ માને છે કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવી એ દરેક દેશભક્ત નાગરિકની ફરજ છે. દેશનો ખેડૂત માત્ર અન્નદાતા જ નથી, પરંતુ રાષ્ટ્રની મજબૂત આર્થિક અને સામાજિક કડી પણ છે. રાષ્ટ્રીય પ્રશ્નોમાં ખેડૂત સમાજ હંમેશા રાષ્ટ્રહિતમાં સંકલ્પબદ્ધ રહ્યો છે અને રહેશે.

આ સંકલ્પ દિવસ નિમિત્તે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે ભારતની એકતા, અખંડતા અને સ્વાભિમાન માટે સદા જાગૃત રહીશું અને રાષ્ટ્રહિત સર્વોપરી રાખી અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રયત્નશીલ રહીશું.

ભારતીય કિસાન સંઘ – ગુજરાત પ્રદેશ

Address

Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when BKS - Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share