Manas Yog Ashram

Manas Yog Ashram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Manas Yog Ashram, Nonprofit Organization, Gandhinagar, Gandhinagar.

પુષ્ય નક્ષત્રના અવસરે માનસ યોગ સેવા ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા સુવર્ણપ્રાશન સંસ્કારનું આયોજન કરાયુંગાંધીનગર જિલ્લામાં ૧૫ જુદ...
18/10/2025

પુષ્ય નક્ષત્રના અવસરે માનસ યોગ સેવા ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા સુવર્ણપ્રાશન સંસ્કારનું આયોજન કરાયું

ગાંધીનગર જિલ્લામાં ૧૫ જુદા જુદા સ્થળોએ પાવન પુષ્ય નક્ષત્રના સુવર્ણ અવસરે માનસ યોગ સેવા ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા ૧૧૦૦ જેટલા બાળકોએ સુવર્ણપ્રાસન સંસ્કારનો લાભ લીધેલ છે.
કેમ્પનું સમગ્ર આયોજન ગાંધીનગરના યોગાચાર્ય ડોક્ટર કનજીભાઈ ગુરુજીના માર્ગદર્શન હેઠળ તેમજ રાજુભાઈના સવિશેષ પ્રયાસથી કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સેવા આપનાર મનીષાબેન, કમલેશભાઈ, ગીતાબેન, પલ્લવીબેન, મુકેશભાઈ રાણા, વંદનાબેન, ભાવિશાબેન, ગીરીબેન, ઉષાબેન, રંજનબેન, હેતાર્ડ રૂપાબેન, રેખાબેન, શિલ્પાબેન, મહેન્દ્રભાઈ, દક્ષાબેન, ભાવના બહેનનો અને યોગ સેવા ટ્રસ્ટના અન્ય સેવાભાવી ડોક્ટરોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

સેક્ટર ૨૬, રાંધેજા, તારાપુર, કુડાસણ જેવા જુદા જુદા સ્થળો ઉપર અંદાજિત ૧૧૦૦ જેટલા નવજાત શિશુઓથી ૧૬ વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશન સંસ્કારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પમાં સરગાસણ, રાંદેસણ, રાયસણ, સેક્ટર ૧૩, ૧૪, ૨૨, ૨૩, જોસનાપુના, અને અન્ય સ્થળોનો સમાવેશ થાય છે.
અભિનંદન કે આપ સર્વેની મહેનતથી આપણી સંસ્થા માનસ યોગ સેવા ટ્રસ્ટનો અદ્ભુત પ્રયાસ ખૂબ સફળ રહ્યો.
આપ સર્વે બહેનોની આખી અવિરત સેવાનો લાભ આપી સંસ્થાને મળતો રહે એવી અપેક્ષા સહ ખૂબ ખૂબ અભિનંદન.

*માનસ યોગ સેવા ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા સરગાસણ ગ્રીનવેલી સ્કૂલ ખાતે સર્વરોગ નિદાન ઉપચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*સરગા...
23/08/2025

*માનસ યોગ સેવા ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા સરગાસણ ગ્રીનવેલી સ્કૂલ ખાતે સર્વરોગ નિદાન ઉપચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*

સરગાસણ વિસ્તારના નગરજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી માનસ યોગ સેવા ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા વિવિધ રોગોના ઉપચાર અર્થે યોગ, આયુર્વેદ, નેચરોપેથી, એક્યુપ્રેશર થેરાપી, ઘરગથ્થુ ઉપચાર તથા વૈદિક હવન દ્વારા સર્વ રોગ નિદાન ઉપચાર કેમ્પનું આયોજન કરાયું.

યોગાચાર્ય *ડોક્ટર કાનજીભાઈ બાવરી દ્વારા નાડી પરીક્ષણ કરી આશરે 50 જેટલા દર્દીઓને પ્રાકૃતિક ઉપચાર* બતાવવામાં આવ્યા.

કેમ્પના સફળ આયોજન માટે આદરણીય *માવજી ભાઈ, ડૉ. નેહલ દેસાઈ, દીપા બહેન, ટીના બહેન, રેખાબેન, કમલેશભાઈ, મનીષાબેન, મીનાબેન, રૂપા બહેન, આકાશભાઈ તથા ગ્રીનવેલી સ્કૂલના ઓનર ખુશ્બુ બહેન* દ્વારા ખૂબ સુંદર સહયોગ આપવામાં આવ્યો.

ગાંધીનગર જિલ્લા કોઈપણ વિસ્તારમાં આ પ્રકારે *નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવા માટે 9824644311 ઉપર સંપર્ક કરવા* વિનંતી.🙏🏻🙏🏻



18/08/2025

*માનસ યોગ સેવા ટ્રસ્ટ તથા સામવેદ ગ્રુપ દ્વારા 15 મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર દિવસની ભવ્ય ઉજવણી*

15 મી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસની ભવ્ય ઉજવણી અર્થે માનસ યોગ સેવા ટ્રસ્ટ ગાંધીનગર, સામવેદ ગ્રુપ તથા કૈલાશ ગ્રુપ દ્વારા અરબેનિયા, કુડાસણ ખાતે *વૈદિક હવન, ધ્વજવંદન, દેશભક્તિ ગીત સ્પર્ધા* સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં *આદરણીય ડોક્ટર આશિષ દેસાઈ દ્વારા વૈદિક હવન* કરાવવામાં આવ્યો.

ત્યારબાદ *પૂજનીય યોગાચાર્ય ડોક્ટર કાનજીભાઈ તથા સામવેદ ગ્રુપના ઓનર આદરણીય જીગ્નેશભાઈ અને તેમના જીલ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ* લહેરાવવામાં આવ્યો.

ધ્વજ વંદન કાર્યક્રમ બાદ દેશભક્તિ ગીત સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં *સરગાસણ યોગ વર્ગના જુહીબેન પ્રથમ વિજેતા* બન્યા હતા.

કાર્યક્રમના સુંદર આયોજન માટે આદરણીય કમલેશભાઈ, રાજુભાઈ, ઉપાધ્યાય દાદા, માવજીકાકા, દીપા બહેન, મનીષા બહેન, ગૌરીબેન, ધર્મેશભાઈ હરેન્દ્ર સિંહ વગેરે જેવા કાર્યકર્તાઓએ ખૂબ અગત્યનો ફાળો આપ્યો હતો.
કાર્યક્રમના અંતમાં હળવા નાસ્તા/ ફરાળી નાસ્તાનું આયોજન કરેલ.🙏🏻🙏🏻🕉️



*માનસ યોગ સેવા ટ્રસ્ટ તથા સામવેદ ગ્રુપ દ્વારા 15 મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર દિવસની ભવ્ય ઉજવણી*15 મી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસ...
18/08/2025

*માનસ યોગ સેવા ટ્રસ્ટ તથા સામવેદ ગ્રુપ દ્વારા 15 મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર દિવસની ભવ્ય ઉજવણી*

15 મી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસની ભવ્ય ઉજવણી અર્થે માનસ યોગ સેવા ટ્રસ્ટ ગાંધીનગર, સામવેદ ગ્રુપ તથા કૈલાશ ગ્રુપ દ્વારા અરબેનિયા, કુડાસણ ખાતે *વૈદિક હવન, ધ્વજવંદન, દેશભક્તિ ગીત સ્પર્ધા* સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં *આદરણીય ડોક્ટર આશિષ દેસાઈ દ્વારા વૈદિક હવન* કરાવવામાં આવ્યો.

ત્યારબાદ *પૂજનીય યોગાચાર્ય ડોક્ટર કાનજીભાઈ તથા સામવેદ ગ્રુપના ઓનર આદરણીય જીગ્નેશભાઈ અને તેમના જીલ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ* લહેરાવવામાં આવ્યો.

ધ્વજ વંદન કાર્યક્રમ બાદ દેશભક્તિ ગીત સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં *સરગાસણ યોગ વર્ગના જુહીબેન પ્રથમ વિજેતા* બન્યા હતા.

કાર્યક્રમના સુંદર આયોજન માટે આદરણીય કમલેશભાઈ, રાજુભાઈ, ઉપાધ્યાય દાદા, માવજીકાકા, દીપા બહેન, મનીષા બહેન, ગૌરીબેન, ધર્મેશભાઈ હરેન્દ્ર સિંહ વગેરે જેવા કાર્યકર્તાઓએ ખૂબ અગત્યનો ફાળો આપ્યો હતો.
કાર્યક્રમના અંતમાં હળવા નાસ્તા/ ફરાળી નાસ્તાનું આયોજન કરેલ.🙏🏻🙏🏻🕉️



ભારત સ્વાભિમાન ટ્રસ્ટ, પતંજલિ યોગ સમિતિ , મહિલા પતંજલિ યોગ સમિતિ, ગાંધીનગર દ્વારા અરણ્યવન ખાતે જડી બુટ્ટી દિવસની ઉજવણી  ...
05/08/2025

ભારત સ્વાભિમાન ટ્રસ્ટ, પતંજલિ યોગ સમિતિ , મહિલા પતંજલિ યોગ સમિતિ, ગાંધીનગર દ્વારા અરણ્યવન ખાતે જડી બુટ્ટી દિવસની ઉજવણી





20/07/2025

ઓમ 🙏
આદરણીય ગુરુજી દ્વારા એડવાન્સ પ્રશિક્ષણ માટે અત્યંત જરૂરી તાલીમ દર શુક્રવારે સાંજે ડિવાઇન સેન્ટર પર આપવામાં આવે છે. ગયા શુક્રવારે તારીખ ૧૮ જુલાઈ ના રોજ તાલીમમાં ૧૭ તાલીમાર્થી ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગુરુજી દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ તાલીમ આપવામાં આવી.




ઓરુમ *ગુરુપૂર્ણિમા ઉત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી*   ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી *પતંજલિ યોગ સમ...
14/07/2025

ઓરુમ

*ગુરુપૂર્ણિમા ઉત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી*

ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી *પતંજલિ યોગ સમિતિ ગાંધીનગર, માનસ યોગ સેવા ટ્રસ્ટ અને ડિવાઇન યોગ એન્ડ નેચરોપેથી સેન્ટર ગાંધીનગરના* સંયુક્ત ઉપક્રમે ભવ્યાતિભવ્ય *સાંસ્કૃતિક લોકડાયરાના કાર્યક્રમ સાથે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી* કરવામાં આવી .

કાર્યક્રમની શરૂઆતમાં *સરગાસણ ક્લાસના આદરણીય રાજુભાઈ રેખાબેન અને મીનાબેન* દ્વારા વૈદિક હવનથી કરવામાં આવી.

ત્યારબાદ ગાંધીનગર ઉત્તર વિભાગના *ધારાસભ્યશ્રી આદરણીય રીટાબેન પટેલ, સામવેદ ગ્રુપના આદરણીય જીજ્ઞેશભાઈ પટેલ , કનુભાઈ ચૌધરી , વિરમભાઈ દેસાઈ શૈલેષભાઈ તથા સમગ્ર સામવેદ અને પ્રમુખ ગ્રુપના ઉપસ્થિત* મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું.

જેમાં *વિશ્વ યોગગુરૂ સ્વામી રામદેવજી મહારાજશ્રી નું પૂજન આમંત્રિત મહેમાનો સાથે યોગાચાર્ય ડો કાનજીભાઈ બાવરી* દ્વારા કરવામાં આવ્યું .

સમગ્ર કાર્યક્રમનું અદભુત સંચાલન *આદરણીય વિજયભાઈ* દ્વારા કરવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન *કુલ ૧૦ જેટલી સાંસ્કૃતિક કૃતિઓ* ભજવવામાં આવી હતી.

સાંસ્કૃતિક કે કાર્યક્રમ બાદ *ભવ્ય અલૌકિક લોક ડાયરાનું પણ આયોજન* કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ માટે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો.

બધી જ કૃતિઓ એક થી એક ચડિયાતી હતી અને પ્રેક્ષકગણને જકડી રાખે તેવી અદભુત કૃતિઓ હતી .
સમગ્ર કૃતિઓ સમાજ માટે અને આજની યુવા પેઢી માટે એક ખાસ અલગ જ પ્રકારના સંદેશ સાથે રજૂ કરવામાં આવી હતી .

સાંસ્કૃતિક કે કાર્યક્રમના સુવ્યવસ્થિત વ્યવસ્થિત આયોજન માટે *આદરણીય કુંતલભાઈ નિમાવત* દ્વારા ખૂબ જ સરાહનીય માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

આ સમગ્ર *સાંસ્કૃતિક કાર્યક્રમ 950 થી વધુ યોગી સાધક ભાઈ બહેનો* એ ખૂબ જ શાંતિપૂર્વક નિહાળી હતી .

કાર્યક્રમના અંતે *સ્વરુચિ ભોજન પ્રસાદની* પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

આમ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં *સેક્ટર 7, 22, 3, 14, 26 યોગ ક્લાસ, જીમખાના યોગ ક્લાસ ,સરગાસણ યોગ ક્લાસ, વાવોલ યોગ ક્લાસ, રાંદેસણ યોગ કલાસ, ડિવાઇન યોગ ક્લાસ,* ની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી તેવું પતંજલિ યોગ સમિતિ *ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ ડો. કાનજીભાઈ તથા મહિલા અધ્યક્ષ ડો. નેહલ દેસાઈ* દ્વારા જણાવવામાં આવેલ છે.

વધુમાં ગાંધીનગરની યોગ પ્રેમી, રાષ્ટ્રપ્રેમી જનતાએ જે પણ પ્રકારનો શારીરિક,આર્થિક, માનસિક સહયોગ આપ્યો છે તે માટે સંસ્થા દ્વારા સર્વેનો ખુબ ખુબ આભાર.🕉️🕉️




10/07/2025

GuruPurnima 2025

*જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ**પતંજલિ અને માનસ યોગ પરિવાર* દ્વારા *ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગર ના આર્થિક ...
10/07/2025

*જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ*

*પતંજલિ અને માનસ યોગ પરિવાર* દ્વારા *ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગર ના આર્થિક સહયોગથી* ગાંધીનગરની *ધર્મ પ્રેમી, ગુરુ નિષ્ઠ તથા યોગપ્રેમી* જનતા માટે ગુરુપૂર્ણિમા નિમિત્તે *ભારતીય સંસ્કૃતિ તથા ગુરુ શિષ્યના ઋણાનુબંધને ઉજાગર* કરવા ભવ્ય *ગુરુપૂર્ણિમા મહોત્સવ* નું આયોજન

* *વૈદિક યજ્ઞ*
* *ભવ્યાતીભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ*
* *🚩અલૌકિક સાંસ્કૃતિક લોકડાયરો🚩*
* *ભોજન પ્રસાદ*

તારીખ :10 જુલાઈ 2025

સમય સાંજે ચાર થી રાત્રે 10

સ્થળ: ટાઉનહોલ સેક્ટર 17 ગાંધીનગર

*રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.*

*કોન્ટેક નંબર 9824644311/ 9409212567*

Address

Gandhinagar
Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Manas Yog Ashram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share