Maheshwari Yuva Sangthan

Maheshwari Yuva Sangthan Maheshwari Yuva Sangthan is based on Kutch Gujarat.

પરમ પૂજ્ય શ્રી ગુડથર વાળા મોટા મતિયા દેવની ચૈત્ર મહિનાની ચોથ નિમિત્તે સર્વે ધર્મપ્રેમી મહેશ્વરી સમાજ ને હાર્દિક શુભેચ્છા...
06/04/2026

પરમ પૂજ્ય શ્રી ગુડથર વાળા મોટા મતિયા દેવની ચૈત્ર મહિનાની ચોથ નિમિત્તે સર્વે ધર્મપ્રેમી મહેશ્વરી સમાજ ને હાર્દિક શુભેચ્છાઓ...

મહેશ્વરી સમાજના આરાધ્ય દેવ શ્રી લુણંગદેવની ચૈત્ર સુદ ચૌથ નિમિત્તે સમાજના સર્વે ધર્મપ્રેમીઓને હાર્દિક શુભકામનાઓ.
22/03/2026

મહેશ્વરી સમાજના આરાધ્ય દેવ શ્રી લુણંગદેવની ચૈત્ર સુદ ચૌથ નિમિત્તે સમાજના સર્વે ધર્મપ્રેમીઓને હાર્દિક શુભકામનાઓ.

આજરોજ તા. ૨૦/૦૧/૨૦૨૬ના ભુજ મધ્યે આવેલ મહેશ્વરી સમાજના નવનિર્માણ પામતા કરમ શૈક્ષણિક સંકુલની મુલાકાત ગુજરાત પ્રદેશ મહેશ્વર...
20/01/2026

આજરોજ તા. ૨૦/૦૧/૨૦૨૬ના ભુજ મધ્યે આવેલ મહેશ્વરી સમાજના નવનિર્માણ પામતા કરમ શૈક્ષણિક સંકુલની મુલાકાત ગુજરાત પ્રદેશ મહેશ્વરી યુવા સંગઠન દ્વારા લેવામાં આવી.

આ મુલાકાત દરમિયાન પ્રમુખ શ્રી કિશોરભાઈ ધુવા, મહામંત્રી શ્રી હિરેનભાઈ આયડી, મહામંત્રી શ્રી હાર્દિકભાઈ ભરાડીયા, મંત્રી શ્રી અનિલભાઈ ધુવા, તથા સંગઠન મંત્રી શ્રી દિપકભાઈ ફફલ હાજર રહ્યા હતા.

ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરવાનો કાર્યક્રમ ગાંધીધામ ખાતે આવેલ ડૉ. આંબેડકર ...
26/11/2025

ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરવાનો કાર્યક્રમ ગાંધીધામ ખાતે આવેલ ડૉ. આંબેડકર સર્કલ પર આજે સવારે ૧૦:૩૦ કલાકે યોજાયો હતો.

કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મહેશ્વરી યુવા સંગઠનના પ્રમુખ કિશોર એસ. ધુવા, ઉપપ્રમુખ પ્રેમ બળિયા અને આર. કે. આયડી, મંત્રી કરન ભરાડીયા અને જગદીશ કન્નર, સંગઠન મંત્રી હેમંત જંજક, સહમંત્રી નરેશ રતડ તથા સભ્ય હરેશ માતંગ ઉપસ્થિત રહ્યા હતા.

તદુપરાંત ગાંધીધામ મહેશ્વરી સમાજના આગેવાનોમાં પ્રમુખ જીવરાજભાઈ ભાંભી, ડૉ. કે. એસ. સિંધવ, દીપેનભાઈ જોડ, રાયશીભાઈ દેવરિયા, મંગલભાઈ બળિયા, પ્રદેશ મહિલા પ્રમુખ વાલુબેન ધેડા, નાનુબેન ધુવા, લક્ષ્મીબેન થારૂ તથા અન્ય આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

📢 મહેશ્વરી સમાજના સર્વે મતદાતાઓને વિનંતી મિત્રો,હાલ ગુજરાત રાજ્યમાં 🗳️ મતદાર યાદી સુધારણા કામગીરી ચાલી રહી છે.જો કોઈને ગ...
14/11/2025

📢 મહેશ્વરી સમાજના સર્વે મતદાતાઓને વિનંતી

મિત્રો,
હાલ ગુજરાત રાજ્યમાં 🗳️ મતદાર યાદી સુધારણા કામગીરી ચાલી રહી છે.

જો કોઈને ગણતરી ફોર્મ ભરવામાં
👉 મુશ્કેલી થાય
👉 શંકા કે મૂંઝવણ હોય

તો માર્ગદર્શન અને યોગ્ય સલાહ માટે નિઃસંકોચ સંપર્ક કરો 👇

👉🏻 કિશોર એસ. ધુવા
🙏🏻 પ્રમુખ ગુજરાત પ્રદેશ મહેશ્વરી યુવા સંગઠન
📍 ગાંધીધામ – કચ્છ
📲 Mo.: 97373 34989

ચાલો સૌ સાથે મળી મતદાર સુધારણા અભિયાનમાં સક્રિય ભાગ લઈએ! 🇮🇳

મહેશ્વરી સમાજની અદભૂત ત્રિવેણી: સેવા, સંસ્કાર અને સંગઠનમહેશ્વરી સમાજનો સેવા માર્ગ હંમેશા પ્રેરણાદાયક રહ્યો છે. આ સેવા પર...
28/10/2025

મહેશ્વરી સમાજની અદભૂત ત્રિવેણી: સેવા, સંસ્કાર અને સંગઠન

મહેશ્વરી સમાજનો સેવા માર્ગ હંમેશા પ્રેરણાદાયક રહ્યો છે. આ સેવા પરંપરાને વધુ સમૃદ્ધ બનાવતી ઘટના કચ્છ મુન્દ્રાના લુણી ખાતે લુણંગદેવ મંદિર ખાતે આયોજિત લાભ પાંચમ ના ત્રિવેણી કાર્યક્રમ બની.

૧. માધ્યમિક શાળાનું લોકાર્પણ
૨. સાવિત્રીબાઈ ફૂલે કન્યા છાત્રાલયનું ખાતમુર્હુત
૩. સમૂહ લગ્નોત્સવ

અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું સંચાલન, આયોજન અને વ્યવસ્થા એટલી ઉદ્દીષ્ટ રહી કે દરેક મહેમાનના ચહેરા પર આનંદ અને સંતોષ સ્પષ્ટ ઝળહળતો હતો. જમણવાર, રહેવાની સુવિધા, પાર્કિંગ, શૌચાલય, ડાંડિયારાસ, સંતવાણી, સાંસ્કૃતિક અને હાસ્ય કાર્યક્રમ જેવા હર્ષોઉલ્લાસભર વિવિધ કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા.

ખાસ કરીને સાવિત્રીબાઈ ફૂલે કન્યા છાત્રાલય માટે સમાજજનોએ જે ઉદારતાને પ્રગટાવ્યું તે વખાણને લાયક છે.
રૂમદીઠ દાતા: ₹3,51,00 ના દાતાઓ મોટી સંખ્યામાં રહ્યા.
₹21 લાખના મુખ્ય દાતા: બાબુભાઈ હુંબલ
DPA તરફથી ₹1 કરોડની સૈધાંતિક મંજૂરી
કુલ ₹4.5 કરોડના બજેટ સાથે છાત્રાલયનું નિર્માણ તેજ ગતિએ આગળ વધે તેવી આશા છે.
સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પણ સમાજના વિકાસપ્રેમી આ કાર્યને ₹5 લાખના દાન સાથે વિશેષ આશીર્વાદ આપ્યો. સમાજના અનેક દાતાઓએ ખુલ્લેહાથે યોગદાન આપીને પોતાની માનવતા, સમાજપ્રેમ અને કન્યાશિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાબિત કરી.
આ કાર્યક્રમોએ સાબિત કર્યું કે
જ્યાં સમાજ એક થાય છે, ત્યાં અશક્યને પણ શક્ય બનાવવામાં શક્તિ મળે છે.
દરેક સેવાભાવી ટ્રસ્ટ સભ્ય, દાતા, સત્સેવક અને આયોજનમાં જોડાયેલા દરેક ભાઈ-બહેનોને હૃદયથી અભિનંદન.

આવતી પેઢીને સંસ્કાર, શિક્ષણ અને સુરક્ષા આપવા મહેશ્વરી સમાજ જે રીતે આગળ વધી રહ્યો છે તે દરેક માટે ગૌરવની બાબત છે.
ચાલો સૌ મળી આ સેવા યાત્રાને સતત આગળ વધારીએ.
સમાજને મજબૂત કરવા માટે એકતા, જવાબદારી અને સેવાભાવ જ અમારો સાચો માર્ગ છે.

જય મહેશ્વરી સમાજ
જય લુણગ દેવ

દિવાળીના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ
20/10/2025

દિવાળીના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ

ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ યુવા સંગઠન ના પ્રમુખ અને એન્જિનિયર એવા કિશોર એસ. ધુવાના જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
16/09/2025

ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ યુવા સંગઠન ના પ્રમુખ અને એન્જિનિયર એવા કિશોર એસ. ધુવાના જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ

આપ સર્વેને સ્વતંત્રતા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
15/08/2025

આપ સર્વેને સ્વતંત્રતા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ

ગુજરત પ્રદેશ મહેશ્વરી યુવા સંગઠન નું જાહેર સમર્થન અને ટેકો. રેલીમાં બહોળી સંખ્યામાં યુવાનો જોડાય એવું આહ્વાન.
05/08/2025

ગુજરત પ્રદેશ મહેશ્વરી યુવા સંગઠન નું જાહેર સમર્થન અને ટેકો. રેલીમાં બહોળી સંખ્યામાં યુવાનો જોડાય એવું આહ્વાન.

આજ થી શરુ થતાં મહેશપંથ બારમતી પંથના પવિત્ર ગોર ખુડા વ્રત નિમિત્તે મહેશ્વરી સમાજની વ્રતધારી ગવરી બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા...
24/07/2025

આજ થી શરુ થતાં મહેશપંથ બારમતી પંથના પવિત્ર ગોર ખુડા વ્રત નિમિત્તે મહેશ્વરી સમાજની વ્રતધારી ગવરી બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

ગુજરાત પ્રદેશ મહેશ્વરી યુવા સંગઠન તથા ભુજ મામૈ મહેશ્વરી સમાજ દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ સભા ભુજ કચ્છ ખાતે
12/07/2025

ગુજરાત પ્રદેશ મહેશ્વરી યુવા સંગઠન તથા ભુજ મામૈ મહેશ્વરી સમાજ દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ સભા ભુજ કચ્છ ખાતે

Address

Gandhidham
370201

Telephone

+919737334989

Website

Alerts

Be the first to know and let us send you an email when Maheshwari Yuva Sangthan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share