Prerna Foundation

Prerna Foundation The goal is to provide life-saving services.

An organization working for the free treatment and rehabilitation of abandoned animals and birds.

જીવદયા સેવા એ જ ધ્યેય.અબોલ પશુ પક્ષીઓની નિઃશુલ્ક સેવા સારવાર અને પુનઃવસન માટે કાર્ય કરતી સંસ્થા.

31/07/2026

અબોલ જીવ માટે આરોગ્ય સેવામાં વધુ એક મહત્વપૂર્ણ વધારો.
આધુનિક X-Ray મશીન દ્વારા હવે પશુ-પક્ષીઓની સારવાર વધુ સુગમ અને અસરકારક બનશે.
ઝડપી નિદાન - ઝડપી સારવાર

જીવદયા હોસ્પિટલમાં પશુ-પક્ષીઓ માટે ઉપલબ્ધ તમામ તબીબી સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.
કારણ કે દરેક જીવનું જીવન અમૂલ્ય છે.

27/07/2026

એક ગર્ભવતી કુતરી જીવન મરણ વચ્ચે લડાઈ લડતી હતી. એક સેવાભાવી પરિવાર ધંધુકા તાલુકાથી ભાવનગરના અગિયાળી ગામે જીવદયા હોસ્પિટલમાં લઈ આવ્યા.
તમામ દવા સારવાર અહીં વિનામૂલ્યે થાય છે.
એક અબોલ જીવ બચી ગયો.!
જીવદયા માટે પરિવારને વંદન

03/07/2026

મોરના મધુરા ટહુકા... અને મેહુલિયાનું મંગલ આગમન !
જીવદયા રક્ષકો એ સાજા કરેલા અનેક મોર વરસાદી માહોલમાં આમ જ ટહુકી ઉઠશે ..

30/06/2026

ભાવનગરની અસહ્ય ઉનાળાની ગરમીમાં દરરોજ વિનામૂલ્યે છાશ વિતરણ જેવી માનવસેવા ખરેખર પ્રશંસનીય છે.

સરદાર યુવા મંડળ દ્વારા નિઃસ્વાર્થ ભાવથી ચાલી રહેલું આ સેવાકાર્ય માનવસેવાનું સુંદર ઉદાહરણ છે.

આ પવિત્ર સેવામાં પ્રેરણા ફાઉન્ડેશનને પણ સહભાગી બનવાની તક મળી, તે અમારા માટે ગૌરવ અને આનંદની વાત છે.

આ સેવાયજ્ઞ સાથે જોડાયેલા તમામ સેવાભાવી જનોને અભિનંદન-વંદન 🙏

29/06/2026

બીમાર કાંકણસાર (Ibis) પક્ષીની સારવાર કરવામાં આવી.
પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલમાં તમામ પશુ પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી રહી છે.

06/06/2026

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ મહા અભિયાન

પ્રેરણા ફાઉન્ડેશન અને હણોલ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ અભિયાનમાં 511 વૃક્ષોનું રોપણ અને 2100 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે ભારત સરકારના યુવા કાર્યક્રમ, રમતગમત અને શ્રમ-રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, ભાવનગરના સાંસદ તથા કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરજી, ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી.
પર્યાવરણ સંરક્ષણ, હરિત વિકાસ અને જીવદયાના સંકલ્પ સાથે...
51હજાર વૃક્ષો વાવવાનો પ્રેરણા ફાઉન્ડેશનનો સંકલ્પ

31/05/2026

મધરાત્રે માનવતા જીતી ગઈ !
બે દિવસથી પાણીયાળા ગામે કૂવામાં પડેલા બે નિર્દોષ ગલુડિયાઓને નવું જીવન મળ્યું.
બે ગલુડિયાઓનું મધરાત્રે સફળ રેસ્ક્યુ.
પાણીયાળા ગામ, ઘોઘા તાલુકો, ભાવનગર જિલ્લો

Address

Bhavnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Prerna Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share