LSBhavnagar2017

LSBhavnagar2017 લોહાણા સમાજ ભાવનગર LOHANA SAMAJ BHAVNAGAR

14/08/2026

🚨 આવતીકાલે રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ! 🚨

📚🏆 લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજ સ્પર્ધા – 2026 🏆📚

🙏 વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાસ વિનંતી...

જો તમારા પરિવાર, સગા-સંબંધીઓ, મિત્રો અથવા આસપાસના કોઈ ધોરણ 5 થી કોલેજ સુધીના લોહાણા સમાજના વિદ્યાર્થીનું ફોર્મ હજુ ભરવાનું બાકી હોય, તો કૃપા કરીને આવતીકાલે 15-08-2026 પહેલાં વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી દેજો.

✨ સ્પર્ધાની ખાસિયતો:
✅ સંપૂર્ણપણે વિનામૂલ્યે ભાગ
📖 તૈયારી માટે અભ્યાસ પુસ્તક ભેટ
🏅 દરેક વિદ્યાર્થીને મલ્ટીકલર પ્રમાણપત્ર
🥇 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ઇનામ અને સન્માન
🎁 કુલ ₹4,02,500ની શિષ્યવૃત્તિ તથા ઇનામો

📝 પરીક્ષા તારીખ: 27-09-2026

🔗 ફોર્મ ભરવા માટે:
https://forms.gle/aN4u6vX9LC832fUx6

📢 ખાસ વિનંતી:
તમારા સંપર્કમાં કોઈ વિદ્યાર્થી હજુ બાકી હોય તો તેને આ મેસેજ જરૂર મોકલો.
એક વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન પણ તેના ભવિષ્ય માટે ઉપયોગી બની શકે છે. 🌟

⏳ છેલ્લી તારીખ: 15-08-2026 — આવતીકાલે!

📞 પરીક્ષા કેન્દ્ર માટે સંપર્ક:
નિશાંતભાઈ ગઢિયા
શ્રી લોહાણા મહાપરિષદ – સૌરાષ્ટ્ર ઝોન-4
📱 9664530594

🙏 મહત્તમ વિદ્યાર્થીઓ જોડાય તે માટે આ મેસેજ જરૂરથી શેર કરશો.

🙏 જય શ્રી કૃષ્ણ 🙏💐 ખુશીના સમાચાર 💐*લોહાણા મહાપરિષદન ઝોન 4 ના મેટ્રીમોનિયલ વોટ્સપ ગ્રુપ ના માધ્યમ થી સગાઈ થયેલ હોય ખૂબ ખૂ...
09/08/2026

🙏 જય શ્રી કૃષ્ણ 🙏

💐 ખુશીના સમાચાર 💐
*લોહાણા મહાપરિષદન ઝોન 4 ના મેટ્રીમોનિયલ વોટ્સપ ગ્રુપ ના માધ્યમ થી સગાઈ થયેલ હોય ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન*

શ્રીનાથજી બાવા તથા વિહોત માતાજીની કૃપાથી અને સર્વે વડીલોના આશીર્વાદથી, અમરેલી નિવાસી કૃણાલ ખખ્ખર ની સગાઈ જામનગર નિવાસી શ્રી દીપકભાઈ લુક્કાની સુપુત્રી વિધિ સાથે નક્કી કરવામાં આવી છે.

લોહાણા મહાપરિષદ ઝોન-4 (અમરેલી, ભાવનગર અને બોટાદ) ના પરિવારો માટે જીવનસાથી પસંદગી માટે વોટ્સપ ગ્રુપ ચલાવી ને નિયમિત તેમાં બાયોડેટા મુકવા માં આવે છે અને પરિવારો જાતે નિયમિત તેમાંથી પરિવાર ના દીકરા અને દીકરીઓ માટે યોગ્ય જીવનસાથી ની પસંદગી કરી શકે છે અમો ને આનંદ છે કે આ ગ્રુપ માં *800+* જેટલા પરિવારો જોડાયેલા છે અને આજે આ ગ્રુપ ના માધ્યમ થી બે પરિવારો એક થઈ ને પોતાના સંતાનો માટે યોગ્ય જીવનસાથી પસંદ કરી શક્યા છે અમો તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ.

આ શુભ પ્રસંગે બંને પરિવારોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. 🌸

🙏 શ્રીનાથજી બાવા અને વિહોત માતાજી બંનેના જીવનમાં હંમેશા સુખ, સમૃદ્ધિ, પ્રેમ અને આનંદ જાળવી રાખે તથા બંનેનું દાંપત્ય જીવન સુખમય અને મંગલમય બને તેવી હાર્દિક પ્રાર્થના. 🙏
ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન
💞 કૃણાલ ❤️ વિધિ 💞

આ સુંદર જોડાણ આપણા લોહાણા મહાપરિષદ – સૌરાષ્ટ્ર ઝોન 4 (ભાવનગર, અમરેલી, બોટાદ) મેટ્રિમોનીલ ગ્રુપના માધ્યમથી નક્કી થયું તે અમારા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. 🌸

🎉 બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ! 🎉

અમો ના પયત્ન ના ભાગરૂપે ની આ સેવા માં જોડાવા માટે નિચેની લિંક માં ક્લિક કરી ગ્રુપ માં જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/BODFjB4LJweBdx0xgVljXu?s=cl&p=a&ilr=0

જય શ્રી કૃષ્ણ 🙏

*શ્રી લોહાણા મહાપરિષદ ઝોન-4 દ્વારા આયોજિત*📚 *લોહાણા સમાજના બાળકો માટે જનરલ નોલેજ સ્પર્ધા – 2026*🏆સ્પર્ધાત્મક પરીક્ષાની ત...
04/08/2026

*શ્રી લોહાણા મહાપરિષદ ઝોન-4 દ્વારા આયોજિત*

📚 *લોહાણા સમાજના બાળકો માટે જનરલ નોલેજ સ્પર્ધા – 2026*🏆

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને બાળકોમાં જ્ઞાન તથા કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી શ્રી લોહાણા મહાપરિષદ – સૌરાષ્ટ્ર ઝોન-4 દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ કમિટી અને એજ્યુકેશન કમિટી દ્વારા *ધોરણ 5 થી કોલેજ સુધીના લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજ કોમ્પિટિશન* નું આયોજન કરવામાં આવ્યું છે.

📍 ભાગ લઈ શકશે:
ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના લોહાણા સમાજના વિદ્યાર્થીઓ.

✅ વિશેષતાઓ:
• સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈપણ ફી નથી (વિનામૂલ્યે).
• દરેક વિદ્યાર્થીને પરીક્ષાની તૈયારી માટે અભ્યાસ પુસ્તક ભેટ આપવામાં આવશે.
• તમામ વિદ્યાર્થીઓને મલ્ટીકલર પ્રમાણપત્ર આપવામાં આવશે.
• દરેક કેન્દ્રને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે.
• કેન્દ્ર અને ઝોન કક્ષાએ શ્રેષ્ઠ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો અને સન્માનપત્રો એનાયત કરવામાં આવશે.

🏫 પરીક્ષા કેન્દ્ર અંગે:
• જે મહાજન અથવા ગામમાંથી 30 કે તેથી વધુ વિદ્યાર્થીઓનું નોંધણી થશે, ત્યાં સ્થાનિક પરીક્ષા કેન્દ્રનું આયોજન કરવામાં આવશે.
• જો સંખ્યા 30થી ઓછી હશે તો નજીકના કેન્દ્રમાં પરીક્ષા આપવા અંગે જાણ કરવામાં આવશે.

🤝 વિશેષ સહયોગ:
આ સ્પર્ધાનું આયોજન વિકાસ વર્તુળ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે, જે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ સાથે સંકળાયેલ છે.

🎁 *રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ કુલ ₹4,02,500ની શિષ્યવૃત્તિ અને ઇનામો 700 વિદ્યાર્થીઓને આપવામાં આવશે.*

🗓 મહત્વપૂર્ણ તારીખો:
📝 નોંધણી કરવાની છેલ્લી તારીખ: 15-08-2026
📖 પરીક્ષાની તારીખ: 27-09-2026
📋 પ્રશ્નપત્ર: 120 MCQ આધારિત પ્રશ્નો

📢 જે મહાજન પોતાના વિસ્તારમાં પરીક્ષા કેન્દ્રનું આયોજન કરવા ઇચ્છે છે તેઓ સંપર્ક કરે:

શ્રી લોહાણા મહાપરિષદ – સૌરાષ્ટ્ર ઝોન-4
📞સંપર્ક નંબર મો.: 9664530594

📝 આજે જ નોંધણી કરો અને પરીક્ષા ગ્રુપમાં જોડાઓ જેથી તમામ સૂચનાઓ સમયસર મળી રહે.

🔗 નોંધણી લિંક:
https://forms.gle/aN4u6vX9LC832fUx6

🙏 વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવા વિનંતી.

📢 GK-IQ સ્પર્ધા – મહત્વપૂર્ણ સૂચનાઓ આયોજક: લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન-4 – લોહાણા સમાજ ભાવનગર 👨‍🎓 ધોરણ 5 થી કોલેજ સુ....

18/06/2026

*આદરણીય સ્નેહી આપ ને સમાજ ના આ સેવા કાર્ય માં ઉપસ્થિત રહેવા લોહાણા સમાજ , શ્રી લોહાણા મહાપરિષદ ઝોન-4 દ્વારા જાહેર નિમંત્રણ*

*લોહાણા જ્ઞાતિ ના બાળકો માટે ચોપડા વિતરણ માટે નિમંત્રણ*

*ચોપડા વિતરણ કાર્યક્રમ*
*તા-18/6/26 ને ગુરુવાર*
*લોહાણા સમાજ ભાવનગર*
*સમય-રાત્રે 8 થી 11*
*સ્થળ-જલારામ મંદિર,*
*આનંદનગર ,ભાવનગર*

*લોહાણા જ્ઞાતિ ના દરેક અભ્યાસ કરતા બાળકો ને ચોપડા આપવા મા આવશે ધો.9 સુધી ના ને 20 સુધી અને ધો.10 થી કોઈપણ ઉચ્ચ અભ્યાસ સુધી 40 ચોપડા ની મર્યાદા માં ચોપડા આપવા માં આવશે એક નંગ ચોપડા ની રાહતદરે કિંમત રૂ.10 રાખેલ છે*

*અગાઉ આપેલ લિંક માં ફોર્મ ભરેલ બાળકો ને ચોપડા આપ્યા બાદ લિંક માં ફોર્મ ન ભર્યું હોય તેમની નોંધણી કરી ને ચોપડા આપવા મા આવશે*

*ચોપડા લેવા આવો ત્યારે બાળક ના રિઝલ્ટ ની ઝેરોક્ષ કોપી પાછળ નામ સરનામું મોબાઈલ નંબર લખી સાથે લાવવી*

*સૌ લોહાણા સમાજ ના અગ્રણીઓ અને પરિવારો ને બાળકો ને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ*
*નિમંત્રક-*

*(1) લોહાણા મહાજન ભાવનગર,અમરેલી અને બોટાદ ના ઝોન-4 ના તમામ મહાજનો*
*(2) સ્વ.જયંતકુમાર ગિરધરલાલ વસાણી પરિવાર*
*(3)શ્રી.ભુપતભાઇ પજવાણી પરિવાર*
*(4)શ્રી.ધર્મેશભાઈ હરિયાણી(સીએ) પરિવાર*
*(5)શ્રી.નવીનભાઈ વસાણી પરિવાર*
*(6) શ્રી રોહિતભાઈ મકદાણી પરિવાર*
*(7)ઠકરાર પરિવાર*
*માર્ગદર્શન-સહયોગ*
*શ્રી લોહાણા મહાપરિષદ ઝોન-4*
*શ્રી ખીમજી ભગવાનદાસ ચેરી.ટ્રસ્ટ*

લોહાણા જ્ઞાતિના બાળકો માટે ફુલ સ્કેપ ચોપડા વિતરણ 2026લોહાણા મહાપરિષદ ઝોન-૪ દ્વારા લોહાણા જ્ઞાતિના બાળકો માટે સતત 11માં વ...
30/05/2026

લોહાણા જ્ઞાતિના બાળકો માટે ફુલ સ્કેપ ચોપડા વિતરણ 2026

લોહાણા મહાપરિષદ ઝોન-૪ દ્વારા લોહાણા જ્ઞાતિના બાળકો માટે સતત 11માં વર્ષે ચોપડા વિતરણ કરવામાં આવશે.

📍 માત્ર ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના બાળકો માટે જ આ ફોર્મ ભરવાનું રહેશે.

ફોર્મ ભરતી વખતે પોતાના ગામ અથવા શહેરનું નામ યોગ્ય રીતે સિલેક્ટ કરવું.
જો આપનું ગામ લિસ્ટમાં ન હોય તો “અન્ય” સિલેક્ટ કરી નીચેના બોક્સમાં ગામનું નામ લખવું.

📝 Registration Link:
https://forms.gle/mPvCNbQnwLK7FAmg6

⚠ એક વ્યક્તિએ ફોર્મ માત્ર એક જ વાર ભરવું.
લિંક વારંવાર શેર થશે, તેથી ડુપ્લિકેટ ફોર્મ ભરવું નહીં.

📚 લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન અને શુભેચ્છા આપવા માટે મહાજન, જ્ઞાતિ સંસ્થાઓ અને દાતા પરિવારોના સહકારથી આ વર્ષે પણ ચોપડા વિતરણ કરવામાં આવશે.

🎯 આ વર્ષે કુલ 50,000 ચોપડાના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

✅ ફોર્મમાં આપેલા નિયમો ધ્યાનથી વાંચીને જ ફોર્મ ભરવું જેથી કોઈ ભૂલ ન થાય.

⏳ જેઓએ હજુ સુધી રજિસ્ટ્રેશન ન કર્યું હોય તેઓ વહેલી તકે નામ નોંધાવી દે.

🙏 ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના વધુમાં વધુ બાળકો સુધી આ માહિતી પહોંચાડશો.

આયોજન-લોહાણા સમાજ ભાવનગર. ભાવનગર,અમરેલી,બોટાદ, જીલ્લાના લોહાણા જ્ઞાતી ના અભ્યાસ કરતા બાળક ને જ ફોર્મ ભરવું ધો.૧૦ થ.....

*લોહાણા જ્ઞાતિના બાળકો માટે ફુલ સ્કેપ ચોપડા વિતરણ 2026**લોહાણા મહાપરિષદ ઝોન-૪ દ્વારા લોહાણા જ્ઞાતિના બાળકો માટે 11 માં વ...
27/05/2026

*લોહાણા જ્ઞાતિના બાળકો માટે ફુલ સ્કેપ ચોપડા વિતરણ 2026*

*લોહાણા મહાપરિષદ ઝોન-૪ દ્વારા લોહાણા જ્ઞાતિના બાળકો માટે 11 માં વર્ષે ચોપડા વિતરણ કરાશે*
*ભાવનગર,અમરેલી,બોટાદ તેની માટે જ આ ફોર્મ ભરવાના છે
અને આ 3 જિલ્લા ના ગામ ના છો તો આપણા ગામ કે શહેર નામ સિલેક્ટ કરવાના રહશે તો ધ્યાન રાખી ને ફોર્મ ભરવું*

જો આપનું ગામ ના હોય તો અન્ય ગામ સિલેક્ટ કરવાનું રહેશે અને નીચે ના બોક્સ માં ગામ નું નામ લખવું.

https://forms.gle/mPvCNbQnwLK7FAmg6

🔗 અને લિંક વારંવાર શેર થશે એક વાર ભરેલ ફોર્મ બીજીવાર ના ભરવું.

લોહાણા જ્ઞાતિ ના દરેક બાળકો માટે અભ્યાસ માં પ્રોત્સાહન અને શુભેચ્છાઓ માટે આ વર્ષે પણ ભાવનગર, અમરેલી અને બોટાદ ના લોહાણા જ્ઞાતિ ના બાળકો માટે મહાજન અને જ્ઞાતિ સંસ્થાઓ ના સહકાર થી લોહાણા મહાપરિષદ ઝોન-4 દાતા પરિવારો ની મદદ થી ચોપડા વિતરણ કરીશું*

*આપના ગામ ના નામ મુજબ નીચે સિલેક્ટ કરી ને પોતાનું રજિસ્ટ્રેશન તા.30/5/26 સુધી માં કરાવવા નું રહેશે*

*રઘુવંશી દાતા ઓ દ્વારા આ વર્ષે કુલ 50,000 ચોપડા ના વિતરણ ની વ્યવસ્થા કરેલ છે*

નોંધ : *✓ સાથે જે નિયમ લખ્યા છે ફોર્મ માં તે વાંચી ને ફોર્મ ભરવું જેથી ક્યાં ભૂલ ના પડે*

✓ અને તમે ભાવનગર,અમરેલી,બોટાદ ત્રણ જિલ્લા માંથી છો અને આપણા ગામ નું નામ નથી તો જ અન્ય સિલેક્ટ કરી ને ફોર્મ ભરવું.

આયોજન-લોહાણા સમાજ ભાવનગર. ભાવનગર,અમરેલી,બોટાદ, જીલ્લાના લોહાણા જ્ઞાતી ના અભ્યાસ કરતા બાળક ને જ ફોર્મ ભરવું ધો.૧૦ થ.....

🎓 અભિનંદન સૂચના 🎓આજે જાહેર થયેલ ધોરણ ૧૨ના પરિણામમાં સફળ થયેલ અમારા સમાજના તમામ રઘુવંશી વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન 🎉લો...
04/05/2026

🎓 અભિનંદન સૂચના 🎓
આજે જાહેર થયેલ ધોરણ ૧૨ના પરિણામમાં સફળ થયેલ અમારા સમાજના તમામ રઘુવંશી વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન 🎉
લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન–૪ તથા લોહાણા સમાજ ભાવનગર તરફથી દરેક વિદ્યાર્થી માટે નામ અને ફોટો સાથે ખાસ અભિનંદન પોસ્ટર તૈયાર કરવામાં આવશે.
તે માટે વિનંતી છે કે નીચે મુજબની માહિતી મોકલી આપશો:
📸 વિદ્યાર્થીનો ફોટો
👤 વિદ્યાર્થીનું નામ
📚 ધોરણ ૧૨ (સ્ટ્રીમ)
📊 મેળવેલ ટકા (%)
🏠 ગામનું નામ
📍 જિલ્લાનું નામ
📲 ઉપરોક્ત તમામ વિગત નીચે આપેલ નંબર પર માત્ર WhatsApp કરો:
👉 9664530594
⚠️ ફોન ન કરવો – માત્ર WhatsApp પર જ માહિતી મોકલવી.
આપેલ માહિતીના આધારે વિદ્યાર્થીનું ખાસ અભિનંદન પોસ્ટર બનાવીને સમાજના તમામ ગ્રુપમાં શેર કરવામાં આવશે.
🙏 સહકાર બદલ આભાર
લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન–૪ ટીમ
લોહાણા સમાજ ભાવનગર

04/05/2026
02/05/2026





Address

Bhavnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when LSBhavnagar2017 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share