19/07/2025
19/7/2025ના રોજ જનતા સાર્વજનિક કેળવણી મંડળ સવિતાબા સંકુલ,બારડોલી ખાતે એમ આર શાહ પ્રાયમરી સ્કૂલ અને શ્રી એમ બી વામદોત એન્ડ સી બી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે "તેજસ્વી તારલાઓનું સન્માન" કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ૨૦૨૪-૨૫માં ધોરણ 1 થી 12માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી તારલાઓને બિરદાવવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો હતો.
આ પ્રસંગે જનતા સાર્વજનિક કેળવણી મંડળના દીર્ઘદ્રષ્ટા મંત્રીશ્રી રાજેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રવચનમાં વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી જ રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણા આપી હતી. તેમણે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. પ્રાસંગિક ઉદબોધન માધ્યમિક ઉચ્ચતર વિભાગના આચાર્યા આશાબેન પટેલ દ્વારા ઉપસ્થિત અતિથિ અને વાલીશ્રીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક સિદ્ધિ બદલ રોકડ,મેડલ અને શૈક્ષણિક કીટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા તેમજ શાળાકીય પરીક્ષાઓમાં ઉત્તમ દેખાવ કરી સમગ્ર બારડોલી નગર તેમજ જિલ્લામાં સ્થાન મેળવીને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે.મંત્રીશ્રી રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, "અમને અમારા તેજસ્વી વિદ્યાર્થીઓ પર ગર્વ છે. તેમનો આ પરિશ્રમ અને સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે. ભવિષ્યમાં પણ અમે આવા પ્રેરણાદાયક કાર્યક્રમોનું આયોજન કરતા રહીશું."
કાર્યક્રમના અંતે પ્રાથમિક વિભાગના આચાર્યા નેહાબેન પટેલે ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખુશી અને ગર્વનો પ્રસંગ બન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકાઓ શ્રુતિબેન,ભૂમિબેન અને અંકિતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિશાલભાઈ,અમિતભાઈ તેમજ વિધાર્થી પ્રતિનિધિ મંડળ અને સેવકભાઈઓનો સિંહફાળો રહ્યો હતો.