13/09/2026
શ્રી ઈશ્વરભાઈ સાહેબ એટલે બાહય અને આંતરિક સ્વચ્છતાના સાધક, સ્વચ્છાગ્રહી, સ્વચ્છતાના વિચારને જીવનભર મૂર્તિમંત્ કરનાર. તેમણે કરેલા સ્વચ્છતા ઉપરના પ્રયોગો તથા ઘરે ઘરે શૌચાલયોના નિર્માણ દ્વારા માથે મેલું ઉપાડવાનું અમાનવીય કાર્ય આજે બંધ થયેલ છે . સફાઈ કામદારોના સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે જીવનપર્યંત કામ કરતા રહ્યા. હરિજન સેવક સંઘ, હરિજન આશ્રમ ટૄસ્ટ, સફાઈ વિદ્યાલય, પર્યાવરણ સ્વચ્છતા સંસ્થાન, માનવ સાધના જેવી સંસ્થાના પ્રમુખ પદે રહી સંસ્થાના સેવા અને કાર્યો ની સુવાસ દેશ વિદેશમાં ફેલાવી. આપણાં સૌના આદર્શ અને પ્રેરણાશ્રોત શ્રી ઈશ્વરભાઈ સાહેબની આજે જન્મ જયંતી છે. આપણે સૌ તેમણે કરેલા સેવા કાર્યોને આગળ ધપાવીએ અને તેમના સ્વચ્છતાનાં સંદેશને જીવન માં ઉતારીએ એજ આજના દિવસના સાચી શ્રદ્ધાંજલી છે. We tribute to Shri Saheb on his birth anniversary.