Akhil Gujarat Rajput Yuva Sangh

Akhil Gujarat Rajput Yuva Sangh Akhil Gujarat Rajput Yuva Sangh is a registered organisation primarily doing education and activities of constructive development for Rajput samaj

26/06/2026

લોકોને કાયમ હસાવનારે ;એક દિવસે બધાને રડાવી ને વિદાય લીધી!

બેનમૂન વ્યક્તિત્વ એવા સ્વ. ભાગ્યપાલસિંહ સાવજુભા જાડેજાને ભાવભીની શ્રધ્ધાંજલિ.

મારા ભત્રીજાઓ મારી પાસે ભણતા ત્યારે મોટા ભાગના ભત્રીજાઓએ એક યા બીજા કારણે મારા હાથનો મેથી પાક ખાધેલો! (જો કે અમે બધાએ પણ મોટા ભાઇઓ ના હાથનો મેથી પાક ઘણો ખાધો છે!)
પણ ભાગ્યપાલે ક્યારેય મેથી પાકનો સ્વાદ ચાખ્યો નહોતો! ક્યારેય ગુસ્સામાં આપણે મેથીપાક આપવાની તૈયારી કરીએ ત્યાં તો એવી વાત કરે કે આજુબાજુના બધા હસવા માંડે! આપણે “વટ ને વટ” માં ન હસીએ તો પણ “મેથીપાક” આપવાનો મૂડ જતો રહે! આવી અદુભૂત હાસ્ય કળા ના માહિર એક દિવસ બધાને રડાવી ને ૪૭ વર્ષ ની કાચી ઉંમરે જતા રહેશે એવી ક્લ્પના નહોતી! એક પ્રોફેસર જેવી વાક પટુતા હતી!
MA સુધી અભ્યાસ કર્યો પણ સરકારી નોકરી નહોતી એટલે સેવાનું ક્ષેત્ર અપનાવી ને કેટલાંક વર્ષોં અમારા નાનાભાઈ અર્જુનસિંહ સંચાલિત આશાપુરા ટ્રસ્ટ માં ફરજો નિષ્ઠા પુર્વક બજાવી.
જેને કારણે માતાજી ની કૃપાથી મુન્દ્રાની ભારે પ્રતિષ્ઠિત , વિશ્વની આ ક્ષેત્ર સૌથી મોટી Multi National company, D P world MICT માં supervisor તરીકે પસંદ થયા. બાદમાં પોતાની કુદરતી આવડત, નિષ્ઠા અને પ્રમાણિકતા ને કારણે અનેક promotions લઈને સિનિયર મેનેજર જેવા ઉચ્ચ હોદ્દા ની જવાબદારી કમ્પની એ સોંપી દીધી. કમ્પની તરફથી recruitment ની પસંદગી કરનાર પેનલના પણ સદસ્ય તરીકે ખૂબ મોટી જવાબદારીઓ નિષ્ઠાથી નિભાવી.
D P World, એ logistics ક્ષેત્ર ની વિશ્વ ની સૌથી મોટી કંપનીઓ માંની એક છે.
માતાજી ની કૃપાથી અમારા ૭ ભાઇઓના કુટુંબ માં હજુ પણ એક જ સયુંકત કુટુંબની એકતા અને સંપ છે! અમારી બીજી પેઢી માં ૧૧ ભાઈઓ અને 9 બહેનો હતા! ગઈકાલે બહેનો કહેતા હતા કે આપણા ૧૧ ભાઈઓ માંથી એક ભાઈ ઓછો થઈ ગયો!
ભાગ્યપાલ સિંહ ની સારવાર દરમ્યાન સતત બધા ૧૦ ભાઈઓ, બધા ૯ બહેનો, અમે બધા ૭ ભાઈઓ, બધા આંટીઓ, બંને ફૈબા, મિત્રો વિશાળ સંખ્યા માં સતત હાજર હતા.

આ ઊંડી દુઃખ ની લાગણી ૯ બહેનો જ સમજી શકે!
જે આવે છે એનું સૌનું જવાનું નકકી છે! પરંતુ કોઈ વ્યક્તિ તેના જીવનના મધ્યાહનમાં જાય ત્યારે તેનો “ઇમ્પેક્ટ“ ઊંડો અનુભવાય છે!
પરમ કૃપાળુ પરમાત્મા સ્વ. ભાગ્યપાલસિંહ ના આત્મા ને પરમ શાંતી આપે.
આપ સૌએ અમારા કુટુંબ ઉપર આવી પડેલ આ આફતમાં સતત સાથ, સંવેદના, હૂંફ આપી એ બદલ આપ સૌનો ખૂબ આભાર અને ધન્ય વાદ.

ડો જયેન્દ્રસિંહ જાડેજા
તા. 23 જૂન 2026.

26/06/2026

The sharp decline highlights a growing concern on Dalal Street: if Accenture is seeing weak demand, Indian IT companies could face similar challenges.

26/06/2026

દુઃખદ અવસાન. બેસણુ..

જાબીડા ગામ, સમાજ અને અમારા કુટુંબ નું ગૌરવ એવા ભાગ્યપાલસિહની વિદાય......

ગામ જાબીડા ના સ્વ જાડેજા ભાગ્યપાલસિહ સાવજુભા ઉ.વ.૪૭ વર્ષ (સિનિયર મેનેજર MlCT
Mundra) નું દુ:ખદ અવશાન થયેલ છે. ખુબ દુ:ખદ, પણ પ્રભુ નિર્મિત નિયતિ પાસે આપણું કાંઇ ચાલતુ નથી.
ભાગ્યપાલસિહ , હાલમાં મુંદ્રા ખાતે ની પ્રતિ પ્રતિષ્ઠિત Multinational co, MICT મા senior manager
જેવો ઉચ્ચ હોદો ધરાવતા હતા.

બેસણું જાબીડા તા. ધ્રોલ જી. જામનગર મુકામે
તા.૨૫/૦૬/૨૦૨૬ ગુરૂવાર
સવારે ૦૮ થી ૧૧ વાગ્યા સુધી

બેસણું ધ્રોલ મુકામે તા.૨૫/૦૬/૨૦૨૬ દિપસિહજી રાજપૂત છાત્રાલય સમય સાંજે ૦૪ થી ૦૬ વાગ્યા સુધી

ઉત્તરક્રિયા તા.૨૫/૦૬/૨૬ ગુરૂવાર
સાવજુભા જાડેજા ના નિવાસ સ્થાને. તબોળેશ્વર મહાદેવના મંદિર પાસે ધ્રોલ.

શોકાતુર

જાડેજા સાવજુભા માધવસિંહ (પિતા)
જાડેજા નટુભા માધવસિંહ
જાડેજા જીજુભા માધવસિંહ
જાડેજા વનરાજસિંહ માધવસિંહ
જાડેજા ડો.જયેન્દ્રસિંહ માધવસિંહ
જાડેજા રમજુભા માધવસિંહ
જાડેજા અર્જુનસિંહ માધવસિંહ
જાડેજા જયપાલસિંહ સાવજુભા (ભાઈ)
જાડેજા ઉદયપાલસિહ સાવજુભા (ભાઈ)
જાડેજા વિરાજસિહ ભાગ્યપાલસિહ (પુત્ર)
તથા માધવસિંહ બાપુ પરીવાર જાબીડા
મો.98258 91604
99257 73773

26/06/2026
26/06/2026

ભાવભીની શ્રધાજલી

26/06/2026

સમગ્ર પૃથ્વી પર અમીરીના તમામ સ્થાપિત રેકોર્ડ્સ તોડીને અબજોપતિ બનેલા એક્સ (X) ના માલિક અને અમેરિકામાં રહેતા એલન મસ્કની સંપત્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ પોતાની દોલતથી 7150 ટન સોનું, 600 બુર્જ ખલીફા જેવી ઈમારતો અથવા 25 લાખ આલિશાન બંગલા સરળતાથી ખરીદવાની ક્ષમતા ધરાવે છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ' ના એક અહેવાલ પર પ્રતિક્રિયા આપતા મસ્કે ખુદ સ્વીકાર્યું છે કે તેમના માટે 'ક્વાડ્રિલિનિયર' (1,000,000,000,000,000 ડોલર) બનવું બિલકુલ અશક્ય નથી, જે આંકડો એટલો વિશાળ છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ સાડા 9 કરોડ રૂપિયા વાપરે તો પણ તેને આ ધનરાશિ ખતમ કરવામાં પૂરા 2700 વર્ષનો સમય લાગે.

આ ભવ્ય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મસ્કે પોતાનું વ્યુહાત્મક વિઝન રજૂ કરતા જણાવ્યું છે કે તેઓ આગામી સમયમાં ચાંદ અને મંગળ ગ્રહ પર પોતાની અત્યાધુનિક ફેક્ટરીઓ સ્થાપશે.

મસ્કના મતે ભવિષ્યના ડિજિટલ અને સ્પેસ યુગમાં ડોલર કે અન્ય કાગળ આધારિત પરંપરાગત કરન્સીનું મૂલ્ય સમાપ્ત થઈ જશે અને તેની જગ્યાએ સીધી જ 'માર્સ અને એનર્જી' એટલે કે સ્પેસ રિસોર્સિસ તથા ઊર્જા વૈશ્વિક અર્થતંત્રમાં મુખ્ય કરન્સી તરીકે સ્થાન મેળવશે.

26/06/2026

🌸━━━━━━━━━━━━━━━━━━━━🌸
🎓 પ્રવેશ શરૂ 🎓
🏡અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત અને રાજપૂત કન્યા કેળવણી ટ્રસ્ટ સંચાલિત, શ્રી એન. કે. જાડેજા રાજપૂત કન્યા છાત્રાલય, રૈયા ટેલીફોન એક્સચેન્જ સામે, ૧૫૦ ફૂટ રીંગરોડ,📍 રાજકોટ
🌸━━━━━━━━━━━━━━━━━━━━🌸

👧 રાજપૂત સમાજની દીકરીઓ માટે સુવર્ણ તક!

ધોરણ 9 થી કોલેજ સુધી અભ્યાસ કરતી દીકરીઓ માટે વર્ષ 2026-27 ના પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

✨ નવા રીનોવેટેડ છાત્રાલય વિશેષ સુવિધાઓ સાથે ✨

🏠 નવા રીનોવેટેડ બિલ્ડિંગમાં સુરક્ષિત અને સ્વચ્છ રહેઠાણ
🍛 શુદ્ધ, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન
💧 શુદ્ધ પીવાનું પાણી અને સોલાર હીટરનું ગરમ પાણી
🛏️ પલંગ, કબાટ અને એટેચ બાથરૂમ
📚 લાઇબ્રેરી અને કોમ્પ્યુટર સુવિધા
🧘 યોગ, વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કાર ઘડતર
👩‍⚕️ નિયમિત મહિલા ડૉક્ટર દ્વારા આરોગ્ય તપાસ
👩‍🏫 અનુભવી ગૃહમાતાઓ દ્વારા સુવ્યવસ્થિત સંચાલન

💰 વાર્ષિક ફી માત્ર રૂ. 30,000/-

📌 મર્યાદિત બેઠકો
📌 જરૂરિયાત જણાયે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.

━━━━━━━━━━━━━━━━━━━━

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:

👩 ગૃહમાતા : ગોહિલ પૂર્ણાબા કે.
📱 9512274067

━━━━━━━━━━━━━━━━━━━━

🙏 રાજપૂત સમાજના તમામ વાલીઓને વિનંતી 🙏

તમારી દીકરીના સુરક્ષિત, સંસ્કારી અને ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો.

📢 આ સંદેશ સમાજના દરેક ગ્રુપમાં શેર કરવા વિનંતી.

🌹 જય માતાજી 🌹
🌸━━━━━━━━━━━━━━━━━━━━🌸

26/06/2026

જાજર માન , ખાનદાન, મહાન વ્યક્તિઓ, એવા મહારાણી ઓ.

26/06/2026

Message from the company

Address

Baashree Nayanaba Mahendrasinh Jadeja IAS Bhavan, Ambavadi
Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when Akhil Gujarat Rajput Yuva Sangh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Akhil Gujarat Rajput Yuva Sangh:

Shortcuts

Share