12/10/2024
🚩⚔️વિજયા દશમી પર્વ સમારોહ🚩⚔️
પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ અને પંચમહાલ જિલ્લા રાજપૂત યુવા એસો.ગોધરા આયોજિત વિજયા દશમી પર્વની ઉજવણી
રાજપૂત સમાજ ભવન,ગોધરા
12.10.2024
સમય :સવારે 9.30 કલાકથી
ઉજવણી કરવામાં આવી.
⚜️શસ્ત્ર પૂજન સમાજના પ્રમુખશ્રી સી કે રાઉલજી તેમજ અભ્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં સવારે 9.30 કલાકે કરવામાં આવ્યું.
⚜️સ્નેહ મિલન સમારોહ સવારે 11.00 કલાકથી પ્રારંભ થયો
⚜️જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય મહાનુંભાવોના હસ્તે કરવામાં આવ્યું
⚜️શાબ્દિક સ્વાગત શ્રી પી.ડી.સોલંકી,મંત્રીશ્રી,પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું
⚜️મહાનુભાવોનું પુષ્પ,બુક થી સ્વાગત કરવામાં આવ્યું.મહાનુભાવોને મળેલ બુક્સ તેજસ્વી તારલાઓને આપવામાં આવી.
⚜️પ્રાસંગિક ઉદ્દબોધન શ્રી મનહરસિંહ પૂવાર,શ્રી એન.જી.રાઠોડ,શ્રી ચંદ્રસિંહ ડી.રાઉલજી,શ્રીમતી વિલાસ બા પુવાર,શ્રી વિજયસિંહ અલવા દ્વારા કરવામાં આવ્યું.
પરિવાર લેબોરેટરીમાંથી આવેલ હિતેન્દ્રસિંહ પુવાર દ્વારા વિવિધ ટેસ્ટ અંગેની જાણકારી આપી.
આરોગ્યમ કેન્સર હોસ્પિટલ, ઓરવાડાથી પધારેલ કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર શ્રી દ્વારા કેન્સર અંગેની જાગૃતિ વિશે સમજ આપી
સન્માનિત થનાર અનુસ્નાતક M.Sc,GATE પાસ અને હાલ Ph D કરતી દીકરી ઈશિતા હરજીત સિંહ સોલંકી પોતાના શિક્ષણ વિશેના વિચારો રજૂ કર્યા.
Ph.D થયેલ ડો.પ્રેરણબા અમિત સિંહ પરમાર અલવા દ્વારા લગ્ન પછી પણ અભ્યાસ ચાલુ રાખી પ્રોફેસર તરીકે નોકરી મેળવી પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પધારેલ રાજમાતા દેવગઢ બારીયા સ્ટેટ ઉર્વશી દેવીજી બાપુરાજ નું શાલ,તલવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું.
સમાજમાં સૌથી વધુ દાન લાવનાર સમાજના પ્રમુખ શ્રી સી.કે રાઉલજીનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે કોરોના કાળમાં 900 થી વધુ મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવાની 66 દિવસની કપરી કામગીરી,ઉકાળા વિતરણ,દવા વિતરણ જેવી કામગીરી માટે શ્રી અરવિંદ સિંહ સિસોદિયા નું સન્માન , ફોટો,વિડિયોગ્રાફી વિનામૂલ્યે કરનાર શ્રી જયદીપ સિંહ ઠાકોર નદીસર, તેમજ આ કાર્યક્રમ માટે 90,000 રૂ.નું દાન આપનાર 18 જેટલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.
સમાજના ધો.10 થી લઇ Ph D સુધીના વિદ્યાર્થીઓનું ટ્રોફી,સન્માન પત્ર,પેન દ્વારા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું.
અધ્યક્ષ સ્થાનેથી શ્રી સી.કે.રાઉલજી,પ્રમુખ અને ધારાસભ્ય શ્રી ગોધરા દ્વારા સામાજિક એકતા,કુરિવાજો દૂર કરવા અને સમાજને સહયોગી ઉપયોગી બનવા જણાવ્યું
આભાર વિધિ ભારતસિંહ સોલંકી,પ્રમુખ પંચમહાલ જિલ્લા રાજપૂત યુવા એસો.દ્વારા કરવામાં આવી..
કાર્યક્રમમાં 500 જેટલા રાજપૂત બંધુ,વડીલો,માતાઓ,યુવાનો,દીકરા,દીકરીઓ ઉપસ્થિત રહ્યા.
કેન્સર વિશે અલયાદી માહિતી ડો.ભાર્ગવીબા ગોહિલે મહિલાઓના બ્રેસ્ટ કેન્સર વિશે આપી.
સૌ સ્વ રુચિ ભોજન લઇ છૂટા પડ્યા...
સૌનો આભાર..
🙏🙏🙏